દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની સાંજની ફ્‌લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકીના પગલે ૧૮૦ મુસાફર અટવાઈ પડ્‌યા હતા. આ મુસાફરો આજે બપોરે ૧૨ વાગ્યે વડોદરા સહી-સલામત પહોંચતા પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત સુરક્ષાના કારણોથી ફ્‌લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. તેમજ ફ્‌લાઇટની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાઇ જતાં મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ૧૮૦ મુસાફરોને લઈને દિલ્હીથી વડોદરા એર ઇન્ડિયાની ફ્‌લાઈટ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે સહી-સલામત રીતે પહોંચી હતી. એર ઇન્ડિયા દ્વારા સિનિયર સિટીઝન અને બાળકોને યોગ્ય રીતે ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થામાં વિલંબ થયો હતો તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સિક્યુરિટીને કારણે ૧૬ કલાક સુધી નવી ફ્‌લાઇટની રાહ જોઈને બેસવું પડ્‌યું હતું. પરંતુ સૌ મુસાફરો સહી-સલામત રીતે વડોદરા પરત આવી પહોંચ્યા હતા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.