વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાના હિન્દુ પક્ષના દાવા બાદ હંગામો મચાવ્યો છે. આ વચ્ચે દિલ્હીની જામા મસ્જિદને લઈને હિન્દુ મહાસભાએ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જામા મસ્જિદની સીડીઓની નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ હાજર છે.
હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જામા મસ્જિદનો સર્વેક્ષણ કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, સીડીઓની નીચે હિન્દુ દેવતાઓની મૂર્તિ છે. તેથી જરૂરી છે કે, ખોદકામ કરીને આ મૂર્તિઓને બહાર કાઢવામાં આવે.
હિન્દુ મહાસભાએ આ માંગ ત્યારે રાખી છે જ્યારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાકે, હજુ હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષના દાવા અલગ-અલગ છે.
હિન્દુ પક્ષ કહી રહ્યો છે કે, આકૃતિ સ્પષ્ટ બતાવી રહી છે કે, આ શિવલિંગ છે જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, ઉપરના ભાગની બનાવટ બતાવી રહી છે કે, તે ફુવારો છે. હિન્દુ પક્ષનો તર્ક છે કે, તે એક પત્થરથી બનોવી સંરચના છે શિવલિંગ આવી રીતે જ બને છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે, તે કેવી રીતે નક્કી થયું કે, તે એક જ પત્થરથી બન્યું છે.
બીજી તરફ મહિલા અરજદારોનું કહેવું છે કે, જ્ઞાનવાપીમાં બાબા મળી ગયા છે તેથી પૂજાની અનુમતિ મળવી જાઈએ. અરજદાર મંજૂ વ્યાસનું કહેવું છે કે, અમને પૂરી આશા છે કે, અમે મંદિર બનાવીને જ રહીશું. રેખા પાઠકે કહ્યું કે, જ્ઞાનવાપી બધાની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે જેના પર કરવામાં આવેલા કબ્જાને છોડાવવાની લડાઈ અંત સુધી ચાલું રહેશે.