દેશમાં હવે કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રાનનો ડર વધી રહ્યો છે. ઝડપથી સંક્રમિત કરતા આ ખતરનાક ઓમિક્રાનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે દિલ્લી અને રાજસ્થાનમાં ૪-૪ નવા કેસ નોંધવામાં આવ્યા છે જેના કારણે હવે રાજ્ય સરકારો પહેલાની સરખામણીમાં વધુ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૪૯ થઈ ગઈ છે.
દિલ્લીમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને નવા કેસો વિશે જણાવ્યુ કે દિલ્લીમાં અત્યાર સુધી ૬ લોકો ઓમિક્રાન વેરિઅંટથી પાઝિટિવ જોવા મળ્યા છે જેમાંથી ૧ રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. ઓમિક્રાનના બધા કેસ વિદેશ આવેલા લોકોમાં જોવા મળ્યા છે. બધા કેસ સ્ટેબલ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. સાથે જ કહ્યુ કે વર્તમાનમાં ૩૫ કોવિડ દર્દી અને ૩ શંકાસ્પદ કેસ એલએનજેપી હોસ્પિટલમાં ભરતી છે.
આ તરફ, ઓમિક્રાનના નવા કેસો પર રાજસ્થાનના આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ માહિતી આપીને જણાવ્યુ કે વધુ ચાર કોરોનાના નવા વેરિઅંટના કેસ સામે આવ્યા છે. આ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા બધા ઓમિક્રાન કેસોએ હવે કોવિડ નેગેટીવ પરીક્ષણ કર્યુ છે. રાજસ્થાનમાં વર્તમાન સમયમાં ૧૩ કેસ થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિતોના કેસોમાં મહારાષ્ટ્ર બાદ બીજુ સૌથી પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે.