ક્રિકેટ પર આધારિત રણવીર સિંહ અભિનીત ફિલ્મ ર્૮૩ર્ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ કપિલ દેવની કપ્તાની હેઠળ ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્‌ડ કપમાં ભારતની ટાઈટલ જીત પર આધારિત છે. ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ટાઇટલ જીત્યું હતું. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સિનેમાઘરોમાં આવશે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના ગ્રુપ સીઈઓ શિબાશીષ સરકારે આ નિર્ણય બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનવા માટે ટ્વિટર પર લીધો હતો. તેમણે ટ્‌વીટ કર્યું, ર્૮૩ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયા જીનો તેમના સહકાર બદલ આભાર.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ૮૩ ૨૪ ડિસેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. આ સાથે રણવીર અને દીપિકા લગ્ન બાદ પહેલીવાર મોટા પડદા પર સાથે જાવા મળશે.જાકે આ ફિલ્મનું પ્રીમિયર થઈ ચૂક્યું છે, જેમાં ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ ફિલ્મ વિશે સતત કોમેન્ટ કરી રહ્યાં છે.