ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્‌કોના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે બલવીરસિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે. ૨૧ ડિરેકટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. દિલીપભાઈ સંઘાણીની વરણી થતાં સાવરકુંડલા સહકારી પરિવારે તથા એ.પી.એમ.સી. અને તાલુકા સંઘ તેમજ સહકારી મંડળીઓના અગ્રણીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી ઉજવણી કરી હતી. તમામ લોકોએ દિલી૫ભાઇ સંઘાણીને ફરી ચેરમેન બનતાં અભિનંદન પાઠવ્યાં હતાં.