અગાઉના સમયમાં સ્વ.દ્વારકાદાસ પટેલ દ્વારા નિયમિત રીતે દ્વારકામાં ધજા ચડાવવામાં આવતી : અશ્વિન સાવલીયા
દ્વારકા ખાતે જગત મંદિરના શિખર પર સાવલીયા પરિવાર દ્વારા ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઈ સંઘાણીના સક્ષમ અને દુરદર્શી નેતૃત્વ હેઠળ સ્વ. દ્વારકાદાસ એમ. પટેલના માર્ગદર્શન અને આશીર્વાદ આત્મસાત કરી બેંકે અસાધારણ પ્રગતિ કરી છે જયારે બેંકની જવાબદારી સંભાળી ત્યારે ડિપોઝીટ માત્ર રૂ. ૧૯ કરોડ હતી જે આજે ઐતિહાસિક રીતે વધીને રૂ.૨૨૩૬ કરોડ સુધી પહોંચી છે, ૨૨ શાખામાંથી વધીને ૭૨ શાખાઓ સુધીનો વિસ્તાર અને વર્ષ ૧૯૯૫માં રૂ. ૩૨ કરોડના ધિરાણમાંથી આજે રૂ.૨૨૧૦ કરોડ સુધીની વૃધ્ધિ આ બધું તેમની અવિરત મહેનત, પારદર્શક વ્યવસ્થાપન અને સહકાર પ્રત્યેની અડગ પ્રતિબધ્ધતાનો જીવંત દાખલો છે. માત્ર આર્થિક ક્ષેત્રે જ નહી પરંતુ સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ દિલીપભાઈ સંઘાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. અમરેલીમાં ડી.એમ. પટેલ કોલેજ ઓફ ફીઝીયોથેરાપીની સ્થાપના અને એમ.વી. પટેલ સ્કૂલના નિર્માણ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપી છે.
દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલ ધર્મકાર્યમાં ગીતાબેન સંઘાણી, ઈફકોના માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્રકુમાર, અમુલ ફેડના વાઈસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, અમર ડેરીના જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણી, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, જિલ્લા બેંકના ડાયરેકટર બાબુભાઈ સખવાળા, ગુજકોમાસોલના ડાયરેકટર મૌલિકભાઈ નથવાણી, ઋષિભાઈ નથવાણી, ભરતભાઈ ચૌહાણ તેમજ સાવલીયા પરિવારના સ્નેહીજનો, સબંધીઓ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તે બદલ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ આભાર વ્યકત કર્યો હતો.









































