ગુજરાતના જાણીતા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી તાજેતરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ભારત સરકાર દ્વારા નિમણૂક પામ્યા છે. અમરેલી મુલાકાત દરમિયાન કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો મનુભાઈ ધાખડા, મંગળુભાઈ ખુમાણ, ધીરુભાઈ વાળા, તખુભાઈ સાંડસુર અને બાબાભાઈ કોટીલા દ્વારા તેમનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. કાઠી સમાજે ભારત સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને સહકારી ક્ષેત્રે સંઘાણીના યોગદાનને વખાણ્યું છે.





































