ગુજરાતની પ્રભાવક સહકારી પ્રવૃત્તિ હવે દેશની સીમાઓ વટાવીને વિદેશની સહકારી પ્રવૃત્તિને માર્ગદર્શન પૂરું પાડી રહી છે. આ ગૌરવપૂર્ણ ક્ષણે અમરેલી જિલ્લાના અને ભારતના ટોચના સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની ‘જોર્ડન ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કંપની’ (જિફકો) ના વાઇસ ચેરમેન એટલે કે ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ સમગ્ર અમરેલી જિલ્લા અને દેશના સહકારી ક્ષેત્રમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. જોર્ડન ખાતે યોજાયેલી જિફકોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વર્ચ્યુઅલ બેઠકમાં કંપનીના ચેરમેન ડો. મોહમદ કે. થનબૈત અને સમગ્ર બોર્ડ સભ્યો દ્વારા સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય સ્તરની નિમણૂકથી દિલીપ સંઘાણી હવે એક વૈશ્વિક સહકારી નેતા તરીકે ઉભરી આવ્યા છે અને તેમના પર ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.