દિવાળીના પર્વે ભારતીય કૃષિ સહકારી ખાતર નિર્માણ સંસ્થા (ઈફકો) દ્વારા કર્મચારી પરિવારો માટે આનંદદાયક જાહેરાત કરવામાં આવી હતી. અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી નિર્દેશક મંડળની બેઠકમાં ઈફકોના કર્મચારીઓનું ન્યુનતમ વેતન રૂ.૨૦,૦૦૦ પ્રતિ માસ નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અમલ ૧ નવેમ્બર ૨૦૨૫થી થશે. વેતન વધારા માટે રૂ.૧૪૦ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે સહકારથી ખેતી અને કર્મચારીઓ બંનેના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાનો સંકલ્પ છે. આ નિર્ણયથી હજારો કર્મચારી પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે અને દિવાળીની ઉજવણીમાં ઉમંગ ઉમેરાયો છે.