સહકારી આગેવાન અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી મારૂતિ અન્નક્ષેત્ર વડિયા મુકામે વિનામૂલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડિયા અને કુંકાવાવ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. અત્રે કુલ ૧૦૪ ઓપીડીમાં ૧પ મોતિયાના ઓપરેશન તથા વેલના ૩ અને ર૭ દર્દીઓને ચશ્માનો લાભ આપવામાં આવ્યો હતો. પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંધાડ, વિપુલભાઈ રાંક, શૈલેષભાઈ ઠુંમર, સુદર્શન નેત્રાલયના નીલેશભાઈ ભીલ, ડો. હર્ષિલભાઈ ગોસાઈ અને સ્ટાફ તથા મનીષભાઈ ઢોલરીયા, અન્ય બેંક સ્ટાફએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ તકે ઉપસ્થિત દરેક મહાનુભાવો સહિતનાએ દિલીપભાઈને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.