લોકશાહીનું પર્વ ઉજવવા માટે ઈફ્‌કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પોતાના વતન માળીલા ખાતે સજોડે મતદાન કર્યું. દિલીભાઈ સંઘાણી સાથે સ્થાનિક ગ્રામજનો પણ મતદાન માટે પહોચ્યા. માળીલા ગામના લોકો ગીતો ગાતા ગાતા મતદાન મથક પર પહોંચ્યા હતા. લોકશાહીનાં પર્વને ઉજવવા વધુમાં વધુ મતદાન કરવા દિલીપભાઈ સંઘાણીએ અપીલ કરી હતી અને ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.