એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કોલ્ડપ્લે અને દિલજીત દોસાંઝ કોન્સર્ટની ટિકિટોના કથિત ગેરકાયદેસર વેચાણના સંદર્ભમાં દિલ્હી, મુંબઇ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં ૧૩થી વધુ સ્થળોએ તલાશી લીધી હતી. દોસાંઝની દિલુમિનાતી કોન્સર્ટ અને કોલ્ડપ્લેના મ્યુઝિક ઓફ ધ સફીયર્સ વર્લ્ડ ટૂરનો ઉલ્લેખ કરતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને કોન્સર્ટે ઘણો ઉત્સાહ સર્જયો હતો, જેના કારણે મિનિટોમાં જ ટિકિટો વેચાઇ ગઈ હતી.
હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કોલ્ડપ્લે અને દોસાંઝ કોન્સર્ટની ટિકિટના ગેરકાયદેસર વેચાણ મામલે શુક્રવારે દિલ્હી, મુંબઇ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં રેડ પાડી હતી.
ઇડીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ , ૨૦૦૨ હેઠળ તપાસ શરૂ કરી હતી અને ૧૩ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા જ્યાં મોબાઇલ ફોન, લેપટોપ, સિમકાર્ડ વગેરે જેવી અનેક આપત્તિજનક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ ટિકિટોના ગેરકાયદેસર વેચાણ અને આ કૌભાંડોને ટેકો આપતા નાણાકીય નેટવર્ક્‌સની તપાસ કરવાનો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ઉદ્ભવતા ગુનાની આવકની તપાસ કરવાનો હતો.
દેશભરના અનેક રાજ્યોમાં અનેક શકમંદો સામે અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમની પર કોન્સર્ટમાં જનારાઓનું શોષણ કરવાની શંકા છે. પ્રવક્તાએ આરોપ મૂક્યો કે, એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ લોકો બોગસ ટિકિટો વેચીને અને કિંમતોમાં ધરખમ વધારો કરીને આ પ્રતિષ્ઠિત કોન્સર્ટની ઊંચી માંગનો લાભ લઈ રહ્યા છે. સામાન્ય રીતે, ટિકિટ ઝોમેટો, બુકમાયશો અને અન્ય જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. જા કે, જ્યારે કોન્સર્ટની માંગ ખૂબ વધારે હોય છે, ત્યારે આ ટિકિટો ઝડપથી વેચાય છે, જેના કારણે લોકો વૈકલ્પીક સ્રોતોની શોધ કરે છે.
ઇડી દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ અને તપાસમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા દ્વારા બોગસ ટિકિટ સહિત આવી ટિકિટો આપવા માટે જાણીતા કેટલાક વ્યક્તિઓ વિશે માહિતી બહાર આવી છે. દોસાંઝના દિલુમિનાટી કોન્સર્ટ અને કોલ્ડપ્લેના મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂરનો ઉલ્લેખ કરતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને ઇવેન્ટે ઘણો ઉત્સાહ ઉભો કર્યો હતો, જેના પગલે સત્તાવાર ટિકિટિંગ ભાગીદારો બુકમાયશો અને ઝોમાટો લાઇવે અહેવાલ આપ્યો હતો કે તેમના પ્લેટફોર્મ પરની ટિકિટો માત્ર થોડીક મિનિટોમાં જ વેચાઇ ગઈ હતી જેના કારણે ઉંચી કિંમતે ટિકિટના કાળાબજાર થયા હતા.
ઝડપથી વેચાયા બાદ, નકલી ટિકિટના વેચાણ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના અથવા છેતરપિંડી કરવામાં આવી હોવાના ઘણા અહેવાલો આવ્યા હતા. ઘણા ચાહકોને જાણવા મળ્યું છે કે તેમને બોગસ ટિકિટ વેચવામાં આવી છે અથવા માન્ય ટિકિટ માટે તેમના પર અતિશય ઉંચો ચાર્જ લેવામાં આવ્યો છે.