દીપાવલી પર્વ એ આપણા સમાજનું માનીતું પર્વ છે.લોકો આતુરતા પૂર્વક આ પર્વની રાહ જોતા હોય છે.આસો વદ બારસ થી શરૂ થતું આ પર્વ આમ જુઓ તો ભાઈબીજ સુધી ઉજવાય છે.દરેક દિવસોનું અલગ મહત્વ છે.દીપાવલી પર્વ એ વીતેલા વર્ષની વિદાય અને નવા વર્ષને નવા સંકલ્પ સાથે આવકારવાનું પર્વ છે.આ દિવસોમાં રંગોળી પુરવામાં આવે છે.આતશબાજી પણ થાય છે.આ આતશબાજીનું વૈજ્ઞાનિક મહત્વ છે.ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં જે દુષણ ઉભુ થયું હોય છે તે આ આતશબાજીના કારણે નાબૂદ થાય છે. આતશબાજી એ આ પર્વનું આગવું લક્ષણ છે.દીપાવલી પર્વ ઉજવવા માટે એક નહિ અનેક કારણો છે .દીપાવલી પાછળ એક નહિ અનેક કથાઓ સંકળાયેલી છે.હિંદુ ધર્મગ્રંથો રામાયણ તેમજ ભાગવતમાં પણ આ પર્વની ઉજવણીના કારણો છે.તો શીખ સમુદાય અને જૈનો પણ આ પર્વની ઉજવણી કરે છે તેના પણ અલગ કારણો છે.ગુજરાતમાં તો આ પર્વનું વધારે મહત્વ છે.
આસો સુદ બારસ થી શરૂ થઈ કેટલાક વિસ્તારોમાં તો કારતક સુદ અગિયારસ સુધી દિવાળી પર્વ મનાવાય છે.આ પર્વ ધાર્મિક પણ છે અને સામાજિક પણ છે.હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ પર્વ શા માટે ? આના માટે સૌ પ્રથમ રામાયણને યાદ કરવી પડે.મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને તેનો આદર્શ પરિવાર તેમજ રામરાજ્યની સ્થાપનાની યાદમાં આ પર્વ મનાવાય છે. કથા પ્રમાણે અયોધ્યાના રાજા દશરથે પોતાની રાણી કૈકૈયીને આપેલા વચન મુજબ પોતાના સૌથી મોટા પુત્ર કૌશલ્યા નંદન રામને ૧૪ વર્ષનો વનવાસ ભોગવવા કહયું. પિતાની આજ્ઞાના પાલન ખાતર રામે વનવાસ સ્વીકાર્યો.રામના પત્ની સીતા પતિની સેવા કાજે વનમાં ગયા.જેની સાથે સુમિત્રા નંદન લક્ષમણ પણ ગયા.અને તેમને ભાઈનો ધર્મ નિભાવ્યો.આ વનવાસ દરમિયાન લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું.ભગવાન રામે રાવણનો વધ કરી લંકાનું રાજ વિભીષણને સોંપ્યું.આ દિવસ આપણે દશેરા તરીકે ઉજવીયે છીએ.ત્યાર બાદ ભગવાન રામ,જાનકીજી અને લક્ષમણ અયોધ્યાના આંગણે પાછા ફર્યા .અને ભગવાન રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયો.ટૂંકમાં અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઇ.આ દિવસને આપણે દીપાવલી તરીકે ઉજવીયે છે.આ પર્વ રામરાજ્યની સ્થાપના માટેનું પર્વ છે.આનંદનું પર્વ છે.
ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એટલે કે ભગવાન શ્રીકૃષ્ણે ત્રેતા યુગમાં મથુરામાં જન્મ લીધો,ગોકુળ વૃંદાવનમાં મોટા થયા અને દ્વારકામાં રાજ સ્થાપ્યું.આજ સમય ગાળામાં દેવતાઓ અને માનવોને ત્રાસ આપતા દૈત્ય નરકાસુર અંગે દેવતાઓની પ્રાર્થના બાદ શ્રી કૃષ્ણે આ  ભયાનક રાક્ષસ નરકાસુરનો વધ કરી ૧૬૦૦૦ સ્ત્રીઓને તેના ત્રાસમાંથી છોડાવી તે દિવસ આસો સુદ ૧૪નો હતો તેથી ત્યાર પછીના દિવસ આસોવદ અમાસને દિપાવલિ તરીકે ઉજવાતી હોવાનો પણ કથાઓમાં ઉલ્લેખ છે.આ ઉપરાંત આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સમુદ્રમંથન ,ભગવાન વિષ્ણુનું લક્ષમીજી સાથે મિલન કે મેળાપનો પ્રસંગ પણ આ સાથે સંકળાયેલો છે.આ દિવસોમાં માતા લક્ષ્મીજીનું પૂજન પણ દિવાળી પર્વમાં થાય છે.આ ઉપરાંત જૈન ધર્મ અને શીખ ધર્મમાં પણ આજ દિવસોમાં બનેલી ઘટનાઓ અંગે તેનું મહત્વ છે. આ કથાઓની વાત છે અને શુભલાભનો સંદેશ છે. ટૂંકમાં કહીએ તો આ પર્વના ચાર-પાંચ દિવસનું અનોખું મહત્વ છે.ધનતેરસના દિવસે ધનની  પૂજા,દિવાળીના દિને ચોપડા પૂજન થાય છે.આસો વદ અમાસ પછીનો દિવસ કારતક સુદ એકમ છે.જે આપણા વિક્રમ સંવતનું બેસતું વર્ષ છે.જ્યારે ત્યાર પછીનો દિવસ ભાઈ બીજ છે.આ દિવસ પણ ભાઈબેનના પ્રેમનું પ્રતીક છે.
દિવાળી’ સંસ્કૃતના બે શબ્દો ભેળવી બનેલો શબ્દ છે. જેમાં એક શબ્દ છે ‘દીપ’ એટલે કે ‘દીપક’ અને ‘આવલી’ એટલે કે ‘લાઈન ‘ અથવા ‘શ્રૃંખલા’ જેનો અર્થ થાય છે ‘દીપકોની શ્રૃંખલા’ દીપકને સંકન્દ પુરાણમાં સૂર્યના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરનારુ માનવામાં આવ્યુ છે.
કેટલાક લોકો આ દિવસે લક્ષ્મીની સાથે સાથે ભક્તોની મુશ્કેલી દૂર કરનારના પ્રતિક ગણપતિ, સંગીત, સાહિત્યની પ્રતિક સરસ્વતી અને ધનના પ્રતિક કુબેરને પ્રસાદ અર્પિત કરે છે. કેટલાક હિંદુઓ દિવાળીને વિષ્ણુના વૈકુંઠમાં પરત થવાના દિવસના રૂપે તેને ઉજવે છે. એવું મનાય છે કે, આ દિવસે લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જે લોકો આ દિવસે તેની પૂજા કરે છે તે આવનારા વર્ષે માનસિક, શારીરિક દુઃખોથી દૂર રહી સુખી જીવન પ્રાપ્તિ કરે છે.
ગુજરાતમાં દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વનો હોય છે. ગુજરાતનો દરેક નાનામાં નાના કારખાનાથી માંડી ને મોટામાં મોટી કંપનીનો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈને તેના હિસાબ ના ચોપડાની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામામાં પારમ્પરિત લાલ ચોપડાની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલના કમ્પ્યુટરના જમાનામાં વેપારીઓ પણ લાલ ચોપડાનું સ્થાન લેપટોપને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડાનું પૂજન કરીને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભને પૂજન કરીને તે વર્ષની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમના દિવસથી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરે છે.
નેપાળમાં દિવાળી દરમિયાન પરિવાર મિલન વધારે મહત્વ ધરાવે છે. સમુદાયના લોકો જૂથ બનાવીને ગીતો અને નૃત્ય જેવી રમત “દેઉસી અને ભઈલો” રમે છે. લોકો સમુદાયમાં તમામ લોકોના ઘરોએ જાય છે અને ગીતો ગાય છે તથા નૃત્ય કરે છે, તથા જે ઘરે ગયા હોય તેને શુભકામના પાઠવે છે, જ્યારે કે મકાનધારક તેમને ચોખા જેવા ધાન્ય, રોટલી, ફળો અને નાણાં આપે છે. તહેવાર બાદ લોકો એકત્ર થયેલ નાણામાંથી કેટલોક ભાગ સેવાકાર્યો માટે અથવા જૂથના કલ્યાણ માટે દાનમાં આપે છે અને બાકીના નાણાં તથા ખોરાક લઈને તેઓ પ્રવાસમાં જાય છે. લોકો ડોર પિંગ કહેવાતી હીંચકા પણ રમે છે, જે ઝાડા દોરડા અને પીરકે પિંગ અથવા લાકડાના રંગટે પિંગમાંથી બને છે.
આ વર્ષે  દિવાળી ખૂબ મહત્વ ધરાવનારી છે.આનું કારણ એ છે કે આ દિવસે ચાર ગ્રહો એક જ રાશિમાં રહેશે એવોસંયોગ ભાગ્યેજ બને છે -સર્જાય છે.દિવાળીના દિવસે સૂર્ય બુધ મંગળ અને ચંદ્રમાં તુલા રાશી માં રહેશે.તુલા રાશી નો સ્વામી શુક્ર ગ્રહ છે.અને તે ભૌતિક સુખ સુવિધાઓનું કારણ બને છેએ સંયોગ સર્વાંગી લાભદાયી બની રહે તેમ છે.આ પાંચ દિવસના પર્વના ત્રીજા દિવસે લક્ષમી જી નું પૂજન થાય છે તે વાત ઉપર જણાવી ગયા છીએ.ટુકમ આ પર્વનું એક નહિ પણ અનેક રીતે મહત્વ છે.દીપાવલી પર્વના ચારેય દિવસો અલગ સંદેશ લઈને આવે છે.
દીપાવલી પર્વની ઉજવણી પ્રસંગે આપણે દેશમાં સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ કરીયે.જેમાં લોકોની વાત સંભળાતી હોય,લોકોના સુચનોનો અમલ થતો હોય, પ્રજા સુરક્ષિત હોય,એક વાર પણ ભૂખ્યા ન રહેવું પડતું હોય, માત્ર રાજકારણીઓની નહિ પણ લોકોની આવક પણ વધતી હોય,રાજકારણીઓ પોતાનો રાજધર્મ બજાવતા હોય, દરેક પરિવારો પોતાની આવક પ્રમાણે ઘર  ચલાવી શકતા હોય . આ બધી બાબતો હોય તો જ સાચું રામરાજ્ય કહેવાય.દીપાવલી પર્વ રામ રાજ્યની સ્થાપના અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આદર્શ મુજબ ચાલવાનો સંકલ્પ લઈએ.એજ સાચી ઉજવણી ગણાશે.