(એ.આર.એલ),રાજકોટ,તા.૮
ગુજરાતમાં હવે દિપાવલીથી ક્રિસમસ અને સાતમ આઠમના તહેવારોમાં રાજયના અંદરજ આવેલા ધાર્મિક સ્થળોના પ્રવાસને વેગ આપી રહ્યા છે જેના કારણે હવે ગુજરાત રીલીજીયસ ટુરીઝમ એ એક નવી ઉંચાઈએ પહોંચી તો ગયું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે.
દ્વારીકાએ આ વર્ષ ૫.૩૯ લાખ શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ક્રિષ્નના દર્શને આવ્યા હતા જે ગત વર્ષની ૪.૧૮ લાખની સંખ્યા કરતા વધુ હતુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૨૦૨૩માં ૧.૭૬ લાખ સહેલાણીઓ આવ્યા હતા પણ ચાલુ વર્ષે ફકત ૧.૩૭ લાખ જ સહેલાણીઓ આવ્યા હતા. ગુજરાતમાં આંતરિક અને પાડોશી રાજયમાંથી પ્રવાસીઓ આવવાનું પ્રમાણ એકંદર વધી ગયુ છે.
રાજયના પાંચ સૌથી વધુ ટુરીસ્ટ પહોંચ્યા તેમાં દ્વારીકા બાદ બીજા ક્રમ અંબાજીનો આવે છે જયાં ગત વર્ષના ૩૪૫ લાખ શ્રદ્ધાળુઓ સામે આ વર્ષ ૩.૯૩ લાખ નોંધાયા હતા તો પાવાગઢમાં ૩.૨૧ લાખ (ગત વર્ષ ૩.૧૪ લાખ) સોમનાથ ૩ લાખ (ગત વર્ષ ૨.૭૨ લાખ) ટુરીસ્ટ આવ્યા હતા.
આમ ગુજરાતમાં દ્વારીકા-સોમનાથ-અંબાજીના દેવસ્થાન મુખ્ય આકર્ષણ બની રહ્યા છે તે જાતા રાજય સરકારે હવે ટુરીઝમ સર્કીટને વધુ વિકસીત કરવા તૈયારી કરી છે. સોમનાથમાં જે રીતે કોરીડોર બનાવાયા તેથી દર્શનાર્થીઓની સુવિધા વધી છે તેથી વધુ દેવસ્થાનને તે રીતે ડેવલપ કરાશે. ધાર્મિક સ્થળો ઉપરાંત ચાલુ વર્ષે ૧૮ ઓકટોબરથી ગીર-સિંહદર્શન ફરી શરૂ થતા ત્યાં પણ દિપાવલી ધસારો નોંધાયો હતો.ગીર જંગલ સફારીનો આનંદ ૩૮૧૧૭ લોકોએ દિવાળીના તહેવારોમાં જલીધો હતો. જયારે વડનગર-સર્કીટમાં ૩૧૫૯૯, નડાબેટમાં ૩૧૨૫૬, ગીરનારમાં ૨૯૪૩૧, મોઢેરા સૂર્યમંદિર ૨૨૪૮૮, ભુજના સ્મૃતિવનમાં ૧૫૪૯૦ સહેલાણી પહોંચ્યા હતા.ગુજરાત ટુરીઝમ હવે રીલીજીયસ સર્કીટમાં લોકોની સુવિધા વધારવા પાર્કીંગની ખાસ સુવિધા ઉભી કરવાની તૈયારી કરી છે. આસપાસના દબાણો દુર કરીને જરૂર પડે તો ખાસ રોપ-વે સહિતની સુવિધા ઉભી કરાશે. રાજયમાં આંતરિક પ્રવાસને વેગ મળે તે રીતે કનેકટીવીટી વધે તે પણ ટુરીઝમ વિભાગ જાવા માંગે છે.