ચલાલાના દિતલા ગામે શેલ નદીના પટમાંથી રેતી ખનન કરતાં બે ટ્રેક્ટર ઝડપાયા હતા. સાવરકુંડલામાં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ કેશુર (ઉ.વ.૨૨) પોતાના હવાલાના ટ્રેક્ટરમાં પાસ પરમીટ વગર રેતી ચોરી કરી ટ્રેકટર, ટ્રોલી તથા રેતી મળી કુલ રૂ.૨,૫૩,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે અન્ય એક ટ્રેકટર ચાલક પણ લીઝ કે રોયલ્ટી વગર રેતી ખનન કરીને લઈ જતી વખતે રૂ.૨,૫૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત કુલ મળીને રૂ.૫,૦૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આઈ.એલ.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.