ચલાલાના દિતલા ગામે પ્લોટ વિસ્તારમાં ખેતીવાડીના પાકને નુકસાન કરતાં ધણખુંટને ટ્રેકટરની ટ્રોલી પાછળ બાંધીને બે કિમી ઢસડવામાં આવ્યો હતો. જેને લઈ સાવરકુંડલાના એક વ્યક્તિએ ગામના નવ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રવિભાઈ જાગાભાઈ ત્રાડ (ઉ.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઘણખુંટ સીમમાં ખેતીવાડીના પાકમા નુકસાન કરતો હતો. જેનો ખાર રાખી સંજયભાઈ કરશનભાઈ ડોબરીયાએ તેના હવાલાના ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ ધણખુંટના ચારેય પગ બાંધી બાદમાં ધણખુંટને ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ બાંધ્યો હતો અને અન્ય આરોપીઓએ આ કામમાં મદદ કરી હતી.જે બાદ ધણખુંટને બે કી.મી. ઢસડી ગંભીર ઇજાઓ કરી રમેશભાઇની વાડીએ લીમડાના ઝાડ સાથે બાંધી દઇ પશુ પ્રત્યે ક્રુરતા આચરી હતી. જેને લઈ પશુ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.