હાલ કેરીની મોસમ પૂરબહારમાં ખીલી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારી કરી રહી છે. અમરેલી જિલ્લામાં આંબાના બગીચાઓ પુષ્કળ પ્રમાણમાં છે જેમાં ખાસ કરીને ધારી તાલુકામાં આંબાના
વૃક્ષનું બહોળા પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. જા કે ધારી તાલુકાના દીતલા ગામે રહેતા એક પ્રગતિશીલ ખેડૂતે એક જ આંબાના વૃક્ષમાં જુદી-જુદી કલમો જાડી ૧૪ પ્રકારની અલગ-અલગ કેરી ઉગાડી છે. એક જ આંબાના વૃક્ષમાં ૧૪ પ્રકારની અલગ-અલગ કેરીઓ ઉગતા કૃષિ વૈજ્ઞાનિકો પણ અભિભૂત થયા છે. જયારે પ્રગતિશીલ ખેડૂતના આંબામાં ઉગેલી કેરીઓ જાવા માટે અનેક ખેડૂતો મુલાકાત લઈ ચુકયા છે. દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતે પોતાની વાડીમાં આંબાનો બગીચો ઉભો કર્યો છે. તેમના ઘરે એક આંબામાં અલગ-અલગ કલમો લગાવી એક જ આંબાના ઝાડ પર ૧૪ પ્રકારની કેરીઓ ઉગાડી છે. અમુક કેરીઓના નામ ન સાંભળ્યા હોય તેવી કેરીઓ એક જ આંબામાં ઉગાડી પ્રગતિશીલ ખેડૂતે સિધ્ધી મેળવી છે. સાદા આંબાના વૃક્ષ પર ખુટા કલમથી આમ્રપાલી, નિલમ, દશેરી, બેગમ, નિલેશાન, નાળીયેરો, કાળો જમાદાર, સરદાર, પાયલોટ, વારિયાળીયો સહિતની કેરીઓની જાત વિકસાવી છે. આ અંગે ઉકાભાઈ જણાવે છે જયારે તેઓ મહારાષ્ટ્ર ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યો અને અલગ-અલગ આંબાનું વાવેતર કરવાને બદલે સાદા આંબામાં અલગ-અલગ કલમોથી ૧૪ પ્રકારની કેરીઓ ઉગાડી હતી. નવાબી કાળમાં ર૦૦ જેટલી કેરીઓ આવતી હતી જેમાં હવે મોટાભાગની કેરીઓ લુપ્ત થઈ રહી છે. જા કે હવે તેમાં માત્ર કેસર કેરીનું જ મોટાભાગે અસ્ત્વતી ટક્યુ છે. આમ, દીતલાના પ્રગતિશીલ ખેડૂતે એક જ આંબાના વૃક્ષ પર ૧૪ પ્રકારની કેરીઓ ઉગાડી અન્ય કેરીઓનું અસ્ત્વતી ટકાવવાનો પ્રયાસ કર્યો છે.










































