લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટી તૂટી છે. આ વખતે તૂટનારી રાજકીય પાર્ટી કોંગ્રેસ કે આપ નથી પણ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) છે. દાહોદના બીટીપીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ ભાજપમાં જાડાઈને વિશ્વાસઘાત કર્યો છે. વસાવાએ ચૂંટણી પૂર્વે જ પક્ષ છોડી દઈને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
દેવેન્દ્ર મેડાએ આક્ષેપ કર્યો છે કે તેમણે ફક્ત રાજકીય પક્ષ સાથે જ નહીં પણ સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. તેમનું કહેવું છે કે મનસુખ વસાવા પક્ષમાં સામાન્ય પદ પર ન હતા, તેઓ રાષ્ટÙીય સચિવ હતા. તેમણે પક્ષને આગળ લઈ જવાના બદલે પક્ષમાંથી વિદાય લીધી છે. દેવેન્દ્ર મેડાએ પક્ષપ્રમુખ છોટુ વસાવાને રાજીનામુ મોકલ્યું છે.
આ પહેલા બીટીપીના જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ રાજીનામુ આપી ચૂક્યા છે. મનસુખ ભીલ કટારા અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હતા. તેઓ ૨૦૨૨માં ઝાલોદમાંથી બીટીપીના ઉમેદવાર હતા. ઉલ્લેખનીય છે કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં ૨૬ બેઠક જીતવા માંગે છે. તેના લીધે તેમણે બૂથ લેવલે સંગઠન મજબૂત કર્યુ છે.
તેની સામે કોંગ્રેસ, આપ અને બીટીપી તૂટી રહી છે. તેનો ફાયદો ભાજપને થઈ શકે છે. દાહોદમાં બીટીપીની મજબૂત વોટબેન્ક છે. પણ ચૂંટણી સમયે આ રીતે પક્ષના જ મહાસચિવે કેસરિયો ધારણ કરતાં પક્ષમાં છણભણાટ છે. બીટીપીના ભૂતપૂર્વ મહાસચિવ મનસુખ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરીને તેમના સહયોગીઓ સાથે કેસરિયો ધારણ કર્યો હતો. મહેશ વસાવાએ દાવો કર્યો હતો કે મારા નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે, પરંતુ છોટુ વસાવાએ મનસુખ વસાવાની વાતનો ઇન્કાર કર્યો હતો.