રાજ્યમાં અનેક વાર સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર ગેરકાયદેસર દારૂ અને અન્ય નશીલા પદાર્થોને ગેરરીતે ઘૂસાડવામાં આવતા હોય છે ત્યારે દાહોદમાં અંદાજીત ૨૬ લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનનો ટ્રકચાલક શિવરામ ભાદુ શાકભાજીની આડમાં અંદાજીત ૮૭૬ કિલો અફીણ લઈને ગુજરાત આવી રહ્યો હતો. તે દરમિયાન એલસીબીને બાતમીના આધારે મળેલી માહિતી બાદ છટકું ગોઠવ્યું હતું અને મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો.દાહોદ એલસીબીએ ૨૬ લાખથી વધુના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રકચાલક શિવરામ ભાદુને ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ કબ્જે કર્યો છે. ભથવાડાટોલનાકા પર રાજસ્થાન પા‹સગની ટ્રકમાં અફીણના જથ્થાને રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો શાકભાજીના આડમાં લવાઈ રહ્યો હોવાની બાતમી મળતા જ દાહોદ એલસીબી હરકતમાં આવી હતી અને મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.