દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેવગઢ બારીયા વિસ્તારમાં આવેલા કાળીયા ગોટા ગામ સાથે જોડાયેલો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ થતો આ વિડિયો ગામની હોળી પર્વની ઉજવણી દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
માહિતી મુજબ, ગામમાં હોળી પર્વે કરવામાં આવતી પરંપરાગત “ટોપલી ખવડાવવાની” વિધિ દરમિયાન ગામના કેટલાક લોકો એકત્રિત થયા હતા. વાયરલ વીડિયોમાં કાળીયા ગોટા ગામની મહિલા સરપંચ બારીયા સુનિતાબેન ભાવસિંહભાઈના પતિ સહિત કેટલાક ગ્રામજનો વિધિમાં બેઠા હોવાનું દેખાઈ રહ્યું હોવાનું કહેવામાં આવે છે.
વિડિયોમાં કેટલાક લોકો વિદેશી દારૂ તથા બિયરના ટીન સાથે જોવા મળતા હોવાનો દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મહિલા સરપંચના પતિ બિયરના ટીનમાંથી ધાર આપતા હોય તેવું દ્રશ્ય પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં મહિલા સરપંચના પતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દેખાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે આ વીડિયો ક્યારે બનાવાયો હતો તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
વીડિયો વાયરલ થતાં દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠ્યા છે અમે વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી. આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે, પરંતુ અધિકૃત સ્તરે તપાસ અથવા કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ જાહેર નિવેદન સામે આવ્યું નથી.








































