(એ.આર.એલ),દાહોદ,તા.૨૦
દાહોદમાં હિન્દી ફિલ્મ વિરાનાને ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં લગ્ન બાદ જાન પરત ફરતી હતી ત્યારે કેટલાક શખ્સોએ શ†ો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું. આ અંગેપોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ દાહોદમા ભાટીવાડથી એક યુવકની જાન મધ્યપ્રદેશના જાલાપાડ ગઈ હતી. લગ્ન પતાવીને જાન પરત દાહોદના ભાટીવાડ ખાતે પરત આવી રહી હતી. ત્યારે તેમણે શ†ોની ધાક બતાવીને તેમણે જાનને અટકાવી હતી.ત્યારબાદ આ શખ્સોએ રિવોલ્વર બતાવીને કારમાં બેઠેલી દુલ્હનને ખેંચીને બહાર કાઢી હતી. બાદમાં આ શખ્સો બાઈક પર દુલ્હનનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે પોલીસને જાણ કરાતા એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલમાં પલીસ આરોપીઓની શોધ ચલાવી રહી છે.