દાહોદના ભાટીવાડા ગામે આવેલ એનટીપીસી કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ ખાખ થઈ ગયો છે. ફાયરની ૪ જેટલી ગાડીઓ આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસનો કાફલો અને લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
દાહોદ જીલ્લાનાં ભાટીવાડા ગામમાં આવેલ એનટીપીસી કંપનીમાં રાખવામાં આવેલ કરોડોનો માલસામાન સ્વાહા થઈ ગયો છે. ફાયરની ૪ જેટલી ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. અચાનક લાગેલી આગને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ડીવાય એસપી,એલસીબી,એસઓજી પોલીસની મોટી ટીમો ઘટના સ્થળે પહોંચી છે. જોકે, કંપનીમાં આગ લાગવાની ઘટનાનું કારણ અકબંધ છે.
હજુ સપ્તાહ પહેલા અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે અચાનક બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે ૧૨ ફાયર ફાઇટરોએ લગભગ ૬ થી ૭ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેની બાજુમાં આવેલી એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી.










































