(એ.આર.એલ),દાહોદ,તા.૨૬
ગુજરાતમાં ફરી એક વાર શિક્ષણ જગતને શર્મસાર ઘટના સામે આવી છે. દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે ૧૬ વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા છે. શિક્ષકે વિદ્યાર્થીનીને આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતાં ગભરાયેલા શિક્ષકે તેને છોડી દીધી હતી.
સગીરાના માતા – પિતાએ દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક વિરુદ્ધ છેડતી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી છે. તો શાળામાં ભણતાં અન્ય વિદ્યાર્થીઓ પણ શિક્ષક પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે આરોપી શિક્ષક દ્વારા હંમેશા જ વિદ્યાર્થીઓને મા-બહેનનું નામ લઈ અપશબ્દો બોલવામાં આવે છે. તેમજ કારણ વગર જ માર પણ મારવામાં આવે છે.