(એ.આર.એલ),દાહોદ,તા.૧૪
દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ એક જ સોસાયટીના ૪ મકાનોને નિશાન બનાવ્યા છે. ૪ મકાનોમાંથી લાખોની ચોર કરીને તસ્કરો ફરાર થયા છે. દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ લોકો અને પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે.
સિંગવડનગરની અલગ-અલગ સોસાયટીમાં ચોરીની ઘટનાએ પોલીસની રાત્ર પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે. સિંગવડનગર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા ૮ દિવસથી તસ્કરોઓએ આતંક મચાવ્યો છે. સિંગવડનગરની સોસાયટીમાં તસ્કરોએ ૪ બંધ મકાનના તાળા તોડ્યા છે.તમામ મકાનોમાંથીસોના, ચાંદી, રૂપિયા સહિતની કિંમતી વસ્તુઓ લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે. એકસાથે ૪ મકાનોના તાળા તૂટતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. સ્થાનિકોએ રાત્રના દરમિયાન કડક પોલીસ પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે. હાલ તો પોલીસે સોસાયટીના  અને ડોગ સ્કોડની મદદથી તસ્કરોની પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ દાહોદના સંજેલીમાં તસ્કરોએ બે મકાનનાં તાળા તોડ્યા હતા. બંને મકાનમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. મકાનની બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા.