રાજ્યમાં અવારનવાર લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દાહોદના ગરબાડાના મંડી ફળિયામાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. દાહોદના ગરબાડાના મંડી ફરીમાં લાખોની લૂંટ થઈ છે. લૂંટારુઓ દીવાલમાં બાકોરૂં પાડીને મકાનમાં પ્રવેશ્યા હતા. પરિવારને બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યુ છે. જા કે ઘરનો તમામ સામાન વેરવિખેર કરીને લૂંટ મચાવી હતી. ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ વલસાડના સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં અંદાજે ૩૦ હજાર રોકડ સહિત કિંમતી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવા આવેલા તસ્કર કાચ વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. તેમજ પોલીસે ચોરી મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.