દાહોદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાહોદમાં ધોરણ ૧૦ નાપાસ પ્રેમીએ સાઉથની ફિલ્મ આરએકસ૧૦૦ર્ જોઇને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી છે. ભાણપુર વડલાવાળા જંગલમાંથી હત્યા કરીને સળગાવેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જોકે, આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીને સંજેલી કોર્ટમાં રજૂ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા અનેક ખુલાસાઓ પણ થયા છે. સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજોણી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે બાદ મૃતક કૃતિકા બરંડાના પિતાએ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતુ.
સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજોણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જોણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસ તપાસમા આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ, બાઈક, જેકેટ, કપડાં, ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. હવે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો. સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જા મેળવી તપાસ હાથ ધરી હતી. જે બાદ મૃતક કૃતિકા બરંડાના પિતાએ સંજેલી પોલીસ
સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, મૃતક કૃતિકા બરંડા પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માગતી હતી. પરંતુ પ્રેમી એવું ઇચ્છતો ન હતો. જેથી પ્રેમી મેહુલે સાઉથની આરએકસ ૧૦૦ ફિલ્મ જોઈ અને બે સગીરની મદદ લઇને પ્રેમિકાની હત્યા કરવાનું વિચારી લીધું હતુ. પ્રેમીએ પ્રેમિકાની દાહોદ સાત બંગલા પાસે હત્યા કરી નાંખી હોવાનું પ્રેમીએ કબૂલ્યું હતુ. આ સાથે પ્રેમીએ કહ્યુ હતુ કે, મૃતકને એક્ટિવવા પર જ જેકેટ પહેરાવી અને સંજેલી તાલુકાના ભાણપુર જંગલમાં નાખી અને મૃતદેહને આગ ચાંપી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, ૨૫ મીના રોજ હત્યામાં વપરાયેલ ચપ્પુ સાત બંગલા તળાવમાંથી મળી આવ્યું હતુ. જે બાદ હત્યા પ્રકરણમાં વપરાયેલા વધુ પુરાવા એકઠા કરવા માટે સંજેલી પીએસઆઈ જી. બી. રાઠવા, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોહિલ, ભરત પટેલની ટીમે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં ૨૭ મીના રોજ પાવડી કાંકણ જુસ્સા ડેમમાંથી તરવૈયાઓની મદદથી લાલ અને પીળા કલરનું લોહીના ડાઘવાળા બે જેકેટ પણ મળી આવ્યા હતાં. આ સાથે હજોરી ફાર્મ દાહોદ ખાતેથી હત્યા દરમિયાન આરોપીએ પહેરેલાં કપડાં અને ચપ્પલો પણ ફેંકી દીધેલા કબ્જે કર્યાં હતાં. જ્યારે તેનો મોબાઇલ હજી મળ્યો ન હતો. હાલ, આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.