રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો બનતા રહે છે. શુક્રવારે રાત્રે દાહોદ જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઝાલોદ તાલુકાના વાસવાડા હાઇવે પર બન્યો હતો. અહીં એક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. આ બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામ પાસે થયો હતો. બંને વાહનોની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થયા છે. મૃતકો ઝાલોદ તાલુકાના વરોડ અને સીંગવડના સુરપુરના રહેવાસી છે.
બંને વાહન વચ્ચેની ટક્કર એટલી જારદાર હતી કે અર્ટીગા કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. મૃતક યુવક કારમાં જ ફસાયો હતો. ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને ભેટેલી કારનો નંબર જીજે ૨૦એન ૯૨૨૧ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.