અમરેલીમાં રહેતા એક યુવક પર દારૂ પીવાનો કેસ થતાં ઝેરી દવાના બે ઘૂંટડા ભર્યા હતા. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ભોગ બનનાર પર દારૂ પીવાનો કેસ થયો હતો. જે વાતનું મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવાના બે ઘૂંટડા પી લીધા હતા. જિલ્લામાં વિવિધ જગ્યાએથી સાત ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.





































