દારૂમાં ભેળસેળ કરવી તે કંઈ નવી વાત નથી, આવા તો અનેક કિસ્સાઓ આવ્યા છે. મધ્ય પ્રદેશમાં પણ દારૂમાં ભેળસેળના કેટલાય કિસ્સાઓ જોવા મળ્યા હશે, પણ ઉજ્જૈનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુદ એક દારૂડીયાએ દારૂમાં ભેળસેળ હોવાના પુરાવા લઈને સ્ટેશને પહોંચ્યો હતો. એટલું જ નહીં, તેણે રાજ્યનાન ગૃહમંત્રીના નામે એક અરજી આપતા દારૂમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ કરી હતી.જેનાથી આ મામલો ચર્ચામાં આવ્યો છે.
હકીકતમાં લોકેન્દ્ર સેઢિયા નામના શખ્સે જણાવ્યું હતું કે, ૧૨ એપ્રિલે તેણે ૪ ક્વાર્ટર દેશી દારૂ ખરીદ્યો હતો અને પોતાના સાથી મિત્ર સાથે ર ક્વાર્ટર દારૂ પીધો હતો. પણ તેનું કહેવુ છે કે, આ દારૂ નહીં પણ પાણી છે. કારણ કે, દારૂ પીધા બાદ નશો તો આવતો જ નથી. તેથી તે પાછો દારૂની દુકાને ગયો અને ફરિયાદ કરી કે, દારૂ પીધા બાદ પણ તેને ચડતો નથી. જેના પર
દુકાનદારે કહ્યું કે, અહીંયા તો આવો જ દારૂ મળે છે, જે કરવું હોય તે કરી લેજે.લોકેન્દ્ર સોઢિયાએ પોતાની સાથે ૨ ક્વાર્ટર લઈને ભેળસેળવાળા દારૂની ફરિયાદ કરવા આબકારી વિભાગમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રા, એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લા, આબકારી વિભાગના નામથી અરજી કરી. લોકેન્દ્રએ આબકારી વિભાગમાં પણ ફરિયાદ આપી છે, તેણે જ્યાંથી દારૂ ખરીદ્યો, તેનાથી નશો તો ચડતો જ નથી. પુરાવા તરીકે તે ૨ ક્વાર્ટર પણ સાથે લઈ આવ્યો હતો. લોકેન્દ્રનું કહેવુ છે કે, જો તેની વાત પર વિશ્વાસ ન આવતો, હોય તો ક્વાર્ટરમાં રહેલા દારૂની તપાસ કરો.
લોકેન્દ્રનું કહેવુ છે કે, જો તેની માગ પર સુનાવણી નહીં થાય તો, તે કંઝ્યૂમર ફોરમમાં ફરિયાદ કરશે. લોકેન્દ્રનું કહેવુ છે કે, હું કાર્યવાહી એટલા માટે કરાવા માગુ છુ કે, જે દારૂ પીવા માટે લે છે, તેમની સાથે ન્યાય થવો જોઈએ. કારણ કે, જે પૈસા ખર્ચીને દારૂ ખરીદે છે, તેની સાથે ન્યાય થવો જોઈએ.
ફરિયાદ કર્તા લોકેન્દ્રનું કહેવુ છે કે, કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે મારી સાથે થયું છે, તે અન્ય સાથે ન થાય. મારે પીતા પીતા ૨૦ વર્ષ થઈ ગયા. એટલા માટે હું સમજી ગયો કે, આ દારૂ ભેળસેળ વાળો છે. પણ એ લોકોનું છું જે ખાલી પીવા માટે કમાય છે, હું એવા લોકો માટે ન્યાય ઈચ્છું છું આ બાજૂ લોકેન્દ્રની ફરિયાદ સાંભળીને આબકારી વિભાગ પણ હૈરાન થઈ ગયા હતા. જો કે, આબકારી વિભાગે લોકેન્દ્રની ફરિયાદ લઈ લીધી છે, અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.