અમરેલી, તા.૯
અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પી.આઈ એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ ધરપકડ ટાળવા માટે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા પાદરગઢના હરકુ ગોલણભાઇ વાળા( ઉ.વ.૨૬) ને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડ્‌યો હતો. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પી.આઈ એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવી હતી.