અમરેલીમાં રહેતા એક શખ્સ સામે સાપુતારામાં દારૂનો કેસ નોંધાયા બાદ હ્યુમન રિસોર્સના આધારે સાપુતારા પોલીસે દારૂના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. સાપુતારા પોલીસ મથકના પી.આઈ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મોહીન અજભાઈ પરમાર અમરેલીમાં રહે છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ આરોપી અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં વોન્ટેડ છે.










































