દામનગર સહિત સૌરાષ્ટ્રના ૧૧ રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશન ન થતું હોવાથી સોરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના સેક્રેટરીએ રેલવેમંત્રીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, દામનગર, ઢસા, રાજુલા, શાહપુર, વાસજાલીયા, ધારી, લાલપુર, દેલવાડા, જામજોધપુર, ચુડા અને સાસણગીર રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશનની કામગીરી હાલ બંધ હોય અહીથી ઉપડતી ટ્રેનમાં મુસાફરો રીઝર્વેશન કરી મુસાફરી કરી શકતા નથી અને અન્ય સાયબર કાફે કે પછી ઓનલાઈન બુકીંગ કરવું પડે છે. વૃધ્ધ લોકોને ઓનલાઈન બુકીંગમા અગવડતા પડે છે જેના કારણે વધુ નાણાં ચુકવી અન્ય સ્થળ પર રીઝર્વેશન કરાવવું પડતું હોય ત્યારે તાત્કાલીક દામનગર સહિત સૌરાષ્ટ્રના ૧૧ રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશન શરૂ માંગણી કરી હતી.