ગુજરાત – ભારતને કચરા – ગંદકી મુક્ત કરવાનું અભિયાન ક્યાક ધીમી ગતિએ તો ક્યાંક મક્કમ ગતિએ ચાલી તો રહ્યું છે, આ અભિયાન માટે કરોડો રૂપિયા (જનતાનાં) ખર્ચાઈ રહ્યાં છે, તેનો કોઈને વાંધો ન હોય પણ જ્યાં સ્થાનિક સત્તાધીશો કડક રીતે કામ નથી લેતા, અથવા કચરો ફેંકનાર વ્યક્તિ ને દંડ નથી આપતા એટલે ગંદકી ફેલાવનારા લોકોને મોકળું મેદાન મળી જાય છે. દામનગરમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, છતાં ખુલ્લેઆમ રસ્તા પર જોવા મળતા રોગચાળો ફેલાઈ શકે છે.સરકાર દ્રારા કરવામાં આવતી જાહેરાતની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોને સાથે રાખીને આ અભિયાનમાં ભાગ લેવો જાઈએ. જાહેરમાં ફેંકાતા કચરાને ગાય માતા અને બીજા પશુઓ આરોગતા જોવા મળે છે. સ્થાનિક સત્તાધીશોએ કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, તો જ સ્વચ્છતા અભિયાનને સફળતા મળશે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.