દામનગરમાં હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના બીજા સોમવારે વૈજનાથ મહાદેવ મંદિરેથી ૮મી પાલખી યાત્રા યોજાઈ હતી. શહેરના જુદા જુદા માર્ગો પર રવેડી ફરી હતી. રસ્તાઓમાં વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતા. તેમજ કુંભનાથ મહાદેવ મંદિરે ધ્વજારોણ કરાયું હતું.દામનગરમાં ભોળાનાથની પાલખી યાત્રા દર વર્ષે યોજાય છે.
અહીં શ્રાવણ માસના બીજા સોમવારે વૈજનાથ મહાદેવ મંદિરેથી આઠમી પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો. જે વૈજનાથ મહાદેવ મંદિરથી હવેલી ચોક, રામજી મંદિર, રોકડિયા હનુમાનજી મંદિર, ખોડિયાર ચોક, માતાજીના મંદિર થઈ મુખ્ય બજાર, જુનું બસ સ્ટેન્ડ,૧૧૧ પ્લોટ વિસ્તાર થઈને પાલખી યાત્રા હર હર મહાદેવના નાદ સાથે કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. ઉપરાંત સીદી બાદશાહ દ્વારા ધમાલ નૃત્ય રજૂ કરાયા હતા. સેવા ગૃપના સેવકોએ ચા- પાણીના સ્ટોલ ઉભા કર્યા હતા. તેમજ કુંભનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અહીં ભક્તોએ આરતીના દર્શન કર્યા હતા. પાલખી યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.