દામનગર શહેરમાં છેલ્લા એક માસથી સતત વીજ નિયમન વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખેતીવાડીમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. છેલ્લા એક માસથી ઝબુક વીજળી ઝબૂક થતા લોકો ભારે પરેશાન છે. છેલ્લા એક માસથી દામનગર પી.જી.વી.સી.એલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. અનેક વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યા ઉભી થવા પામી છે. આ અંગે શહેરીજનોને વારંવાર વીજતંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ આવતુ નથી. ચોમાસાનું આગમન થઈ ગયુ હોવા છતાં વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. શહેરીજનોને વારંવાર વીજળી આવનજાવનથી પરેશાનીનો સામનો કરવો પડતો હોવાથી આ સમસ્યા દૂર કરવા માંગ કરવામાં આવી છે