દામનગરમાં વૈજનાથ મહાદેવ મંદિર પાસે માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું વર્ષો જુનું નાળુ તોડી નવું બનાવવામાં આવી રહ્યું છે. જેની કામગીરી અત્યારે શરૂ છે. વાહન પસાર થવા માટે નવા બસ સ્ટેન્ડ સામે ડાયવર્ઝન અપાયું છે. અહીં ડાયવર્ઝનનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. કેટલાક વાહનચાલકો ડાયવર્ઝન બોર્ડનો અમલ કરતા ન હતા અને સીધા જ વાહનો લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. જેના કારણે વાહન અકસ્માતની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે અંતે તંત્રએ અહીં અકસ્માત અટકાવવા માટે માટીનો પાળો કરી દીધો હતો. નવા નાળાની કામગીરી ઝડપી થાય તેવી લોકોમાં માંગણી ઉઠી હતી.