દામનગર શહેરમાં તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દામનગરના જાહેર માર્ગોની વચ્ચોવચ્ચ ડીવાઈડર વગર જ વીજપોલ નાખી દેવામાં આવ્યા છે. આથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તંત્રને વહેલી તકે આ પ્રશ્નનું નિકારણ લાવવા વિનંતી કરાઈ છે.