અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઇ શિયાળની અધ્યક્ષતામાં દામનગર મંડળની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોને આગામી દિવસોમાં પાર્ટીના વિવિધ કાર્યક્રમો મંડલોમાં થાય તે અંગે તેમજ સંગઠન અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જ રીતે લાઠી શહેર તથા તાલુકાની કારોબારી બેઠક યોજાઇ હતી.
બેઠકોમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રીઓ મૌલિક ઉપાધ્યાય, જગદીશ નાકરાણી, કિશન શિલુ, કિશોર ભટ્ટ, સતીષભાઇ ગોસ્વામી, તુષારભાઇ પાઠક, ભરતભાઇ ભાસ્કર, જુવાનસિંહ, બાદલભાઇ અકેલા, બળુભાઇ ગોહિલ, પપ્પુભાઇ મોગલ, નરેશભાઇ મકવાણા, હિરેન પાડા, રાજુભાઇ ભુવા, અનિલભાઇ નાંઢા, ચેતનભાઇ મકવાણા, રાજુભાઇ મોતીસરીયા, ભરતભાઇ પાડા, દિનેશભાઇ જમોડ સહિત યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ સર્વે કારોબારી તેમજ હોદ્દેદાર, કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.