દામનગરથી લાઠી વચ્ચેનો આશરે ૧૬ કિમીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. રામપર, તાજપર, ભુરખીયા, મેથળી ગામોને જોડતા આ રસ્તા પર મોટા ખાડા અને વળાંકોને લીધે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માર્ગ પરથી પસાર થતા હોવા છતાં તેનું નવીનીકરણ કરવામાં આવતું નથી. રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતોનું જોખમ પણ વધે છે. લોકો આ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે.