દામનગરમાં આવેલા લટુરીયા હનુમાનજી મંદિર ખાતે ઘનશ્યામગીરી બાપૂની રક્તતુલા કરવામાં આવી હતી. શ્રીમદ્ ભગવત કથાના ૭મા દિવસે સ્વામિ નિર્દોષાનંદ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો હતો. ભાગવત કથાની પોથીયાત્રા સાથે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. હઠયોગી તપ સમાપન પ્રસંગે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રક્તદાન કર્યુ હતુ. જેથી ૪૦૦ યુનિટ રક્ત એક્ત્ર થયુ હતુ. સાત દિવસીય ભવ્ય ધર્મોત્સવ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.