દામનગરમાં નવું બસ સ્ટેશન બન્યાને છ વર્ષ જેટલો સમય થયો છે. અમરેલીના આ શહેરથી બે જિલ્લાની સરહદ નજીક છે. અંદાજે રૂ.૯૦ લાખના ખર્ચે બનાવાયેલ આ બસ સ્ટેશનમાં આવતા પેસેન્જરોની સલામતી માટે દરવાજાથી લઈને અંદર ફરતે કે જે ઊંચાઈ ઉપરના પ્લેટફોર્મ ફરતે રેલીંગ ફીટ કરવાની ખાસ જરૂર છે. અમરેલી વિભાગીય નિયામક દ્વારા આ પ્રશ્નને ધ્યાનમાં લઈ તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી પેસેન્જર વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.