દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે દામનગર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષક દિનની ઉમંગભેર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે નાની બાળાઓએ આચાર્ય સહિત વિવિધ વિષયોની શિક્ષિકાઓની ભૂમિકા નિભાવી દરેક ધોરણમાં પાઠ ભણાવ્યા હતા.
વિદ્યાર્થિનીઓએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શિક્ષક દિનના મહત્વ સાથે ડો. રાધાકૃષ્ણનના જીવન વિષે વિચારો રજૂ કરી તેમની સેવાને બિરદાવી હતી.