દામનગર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવનો પ્રારંભ થયો છે. આ સ્વચ્છતા અભિયાનનો દામનગર નગરપાલિકા ખાતેથી પ્રમુખ ગોબરભાઇ નાનજીભાઈ નારોલાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ ભાવનાબેન અતુલભાઇ દલોલિયા, ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત એમ.સી. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને આનુસંગિક
સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દામનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ અને શિક્ષકોએ સ્વચ્છતા સ્વભાવ બને તે સંદર્ભમાં પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ સાથે લોકોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં
આવ્યા હતા.







































