દામનગર નગરપાલિકાને અમૃત ૨. ૦ સ્વેપ અંતર્ગત પાણી પુરવઠા પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો હતો. વિવિધ કામો માટે ૩૬૭. ૪૯ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મુખ્યમંત્રી શહેરી સડક યોજના ૧૫ મું નાણાપંચ અંતર્ગત રોડ રસ્તાઓ, ગટર લાઈન, સ્ટોમૅ વોટર લાઈન પંપીગ મશીનરી વગેરે કામોના ૩.૫૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા કરવામાં આવ્યુ હતું. દામનગર નગરપાલિકાના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઇ નારોલા, તમામ સદસ્યો, ભાજપના શહેર પ્રમુખ સહિતના સભ્યો હાજર રહ્યાં હતા.