દામનગર નજીક આવેલ પાડરશીંગા નકળંગ ધામ આશ્રમ ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે. આ સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવનાર છે જેમાં તા. ર૦ ને સોમવારે રામાપીર મંદિરનો પાટોત્સવ અને વિષ્ણુયજ્ઞ યોજાશે. જેમાં આચાર્ય કિશોરદાસજી વિધિ કરાવશે. આ કથામાં વ્યાસપીઠ પરથી દિપકભાઈ મહેતા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ પ્રસંગે તા.૧૯ ને રવિવારે સવારના સંત દર્શન અને ધર્મસભાનો લાભ મળશે અને બપોરના સંતોની ઉપસ્થિતિમાં ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ રાત્રિના સંતવાણીમાં નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે.