દામનગર નજીકના પાડરશીંગા ગામમાં નવો બનાવેલો રોડ ચાર વર્ષમાં જ તૂટી ગયો છે, જેના કારણે વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રોડ ઓથોરિટીના નિયમો પ્રમાણે, જો માર્ગ યોગ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવે તો તેની ટકાઉ ક્ષમતા આઠથી દસ વર્ષ સુધીની હોવી જોઈએ. પરંતુ આ રોડના કિસ્સામાં ટેન્ડરમાં દર્શાવાયેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું જણાય છે. કામની ગુણવત્તાના અભાવે બનાવાતા રોડ-રસ્તા થોડા સમયમાં જ બિસ્માર બની જાય છે, જેના કારણે વાહનોના સ્પેરપાટ્ર્સ અને લોકોના હાડકા ખોખરા થઈ જાય છે. તેમ છતાં નેતાઓ વિકાસના બણગા ફૂંકે છે. લાઠી તાલુકાના દામનગરથી નજીક આવેલા પાડરશીંગા ગામમાં (બાયપાસથી બાયપાસ) જવાનો માર્ગ જેને ચાર વર્ષ પહેલાં ડામરથી મઢવામાં આવ્યો હતો તે લગભગ ચાર વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે વાહનચાલકોના હાડકાં ખોખરા થઈ જાય છે. લોકોની સમસ્યાને ધ્યાને લઈ ફરીથી માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.