દામનગર નજીક ધ્રુફણીયા માર્ગ પર કોન્ટ્રાક્ટરની બેદરકારી કોઈનો ભોગ લે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સરકારી નિયમોનો ઉલાળીયો કરતા ઈજારદારોની લાપરવાહી અને બેદરકારીને કારણે કરવામાં આવતા રોડના નવીનીકરણ માટે ઉપયોગ માટે લાવવામાં આવતી કપચી, સાવરકુંડલા – ભાવનગર વાયા લીલીયા, દામનગર, ધ્રુફણિયા,નાના – મોટા ઉમરડા, લીમડા ટૂંકા માર્ગ પર મંજૂર થયેલ રોડ પહોળો અને નવો કરવા માટે અમરેલી – બોટાદ જિલ્લાની આવતી હદમાં ધ્રુફણિયા નજીક કોન્ટ્રાકટર દ્વારા રોડની બાજુમાં ઉતારવાને બદલે રોડ ઉપર કપચીના ઢગલા કરવામાં આવતા અકસ્માત થવાની સંભાવના છે. કોન્ટ્રાક્ટરની બેદકારીને કારણે સામ -સામેથી આવતા મોટા વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવના રહેતી હોય, સુપરવાઈઝર અને એન્જિનિયર આ બાબતે મટીરીયલ લાવતા ડ્રાઈવરને કડક સૂચના આપે એવી લોકોની માંગ છે.