દામનગર નગરપાલિકા દેવાળુ ફૂંકવા બેઠી હોય તેમ પાલિકાની તિજારીને લાખો રૂપિયાનો ધુંબો માર્યા હોવાનું સામે આવ્યું છે. પાલિકાના સત્તાધિશો આટલા બધા કોના કહેવાથી ? ઓળઘોળ થઇ રહ્યાં છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. માલ – સામાનની ખરીદીમાં રૂ.૧પ હજારનું બીલ હોય તેને રૂ. રપ હજાર આપવામાં આવ્યાં છે. તો ઓડીટ રિપોર્ટમાં રૂ.૧૦ લાખનો બળતણ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ ખર્ચ ક્યાં કર્યો છે તે પણ એક સવાલ છે. પાલિકા દ્વારા ૭ લાખ રૂપિયાનું ડસ્ટબીન ઇલેક્ટ્રાનિક્સના વેપારી પાસેથી ખરીદી કરી હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.