દામનગર નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતની હદમાં મંજૂરી વિના જ ટોઇલેટ બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. તો બીજી તરફ જ્યાં ખરેખર જાહેર શૌચાલયની જરૂરિયાત છે ત્યાં બનાવવામાં નથી આવી રહ્યા. અહીં ર૦૦ મીટરના વિસ્તારમાં પાંચથી વધુ જાહેર ટોઇલેટ હોવા છતાં હવે શા માટે વધુ ટોઇલેટ બનાવવામાં આવે છે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
શહેરની મુખ્ય વાણિજ્ય બજારમાં જૂની શાકમાર્કેટથી સરદાર ચોક સુધીની મુખ્ય બજારના વેપારીઓ અને ગ્રાહકોને ઉપયોગી થાય તે માટે ટોઇલેટ બનાવવાની માંગ હોવા છતાં તે અંગે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી, તેવી પણ ફરિયાદ ઉઠવા પામી છે.