દામનગરમાં યોજાયેલી ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સાવરકુંડલાની સરે ઇલેવન અને કેમ્પ શાયર વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો હતો. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કેમ્પ શાયરની ટીમ સરે ઇલેવનની ધાકડ બોલિંગ સામે ૧૦ ઓવરમાં ૮૫ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી સરે ઇલેવનની ટીમે માત્ર ૭ ઓવરમાં ૮૬ રન કરીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં શાહિદ જાખરાને મેન ઓફ ધ મેચનો અને અસુ મકવાણાને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટીમના કોચ ઇરફાનભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ જીત ટીમના સખત પરિશ્રમનું ફળ છે.